ગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુ
બિમારીની ચિંતામાં આત્મઘાતી પગલુ ભર્યાનું અનુમાન ; પરિવાર શોકમગ્ન
શહેરની ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ગઈકાલે સાંજે પોતાના ઘરે પગલું ભર્યું હતું. તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં દમ તોડી દીધો હતો. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામાભાઈ ઉર્ફે રમેશભાઈ બટુકભાઈ જાદવ (ઉંમર વર્ષ 42, રહે.ગાંધીવસાહત પાસે, મોરબી રોડ, રાજકોટ) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ રામાભાઈ ઉર્ફે રમેશભાઈ છુટક મજૂરી કામ કરતા. તેમને સંતાનમાં 4 દીકરીઓ છે. પોતે 3 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ બીમાર હતા અને બીમારીની ચિંતામાં આ પગલું ભર્યાનું અનુમાન છે. જોકે પોલીસે આપઘાતના સ્પષ્ટ કારણ માટે તપાસ ચાલુ રાખી છે. આ તરફ 4 દીકરીઓએ પિતાની છત્રાછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.