ધોરાજીમાં યુવકે ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા મોત
11:35 AM Aug 11, 2025 IST | Bhumika
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ મોટી મારડ ગામે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં એક 35 વર્ષીય યુવકનું ભૂલથી ઉંદર મારવાની દવા પી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. ગામના પ્રકાશ સોલંકી નામના યુવકે અજાણતામાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. આ ઘટના બનતા જ તેની તબિયત લથડતા મૃત્યુ નિપજ્યું હતું. તબિયત લથડતા તેને ગંભીર હાલતમાં તાત્કાલિક ધોરાજીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પ્રકાશ સોલંકીના પરિવારજનોના જણાવ્યા મુજબ આ ઘટના અજાણતામાં બની હતી અને તેણે ભૂલથી દવા પી લીધી હતી. ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે કમનસીબે સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂૂ થાય તે પહેલાં જ પ્રકાશ સોલંકીનું મૃત્યુ થયું હતું.
Advertisement
Advertisement