બાબરાના ખંભાળામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કાલાવડના ભીમાના ગામે યુવાને ભૂલથી દવાવાળુ પાણી પી લેતા તબીયત લથડી
બાબરાના ખંભાળા ગામે રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. બાબરા તાબાના ખંભાળા ગામમાં રહેતા રાજેશ વિઠલભાઇ શાપરા (ઉ.વ.30) બે દિવસ પૂર્વે પોતાની વાડીએ હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં તેનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ ચાર બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત્ત બન્ય બીજા બનાવમાં કાલાવડના ભીમાના ગામે ખેત મજુરી કરતો જસવંત ભુપતભાઇ નાયક નામનો 20 વર્ષનો યુવાન ભુલથી ધોરીયાનું દવાવાળુ પાણી પી જતા ઝેરી અસર થઇ હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.