નડિયાદ મિત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરના યુવકનું અમદાવાદ પાસે ચાલુ કારમાં હૃદયરોગના હુમલાથી મોત
હૃદય રોગનાં હુમલોએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ 3 લોકોનાં શ્ર્વાસ થંભી ગયા છે જેમા નડીયાદ મીત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરનાં યુવકનુ અમદાવાદ પાસે ચાલુ કારમા , રાજકોટમા રત્ન કલાકાર અને ગોંડલનાં શેમળાપરામા યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ છે.
આ બનાવ અંગે પોલીમસાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતો ભવાન રઘુભાઇ સારેસા (ઉ.વ. 34 ) મીત્રો સાથે નડીયાદ પરત ફરતો હતો ત્યારે અમદાવાદ પાસે ચાલુ કારમા હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજયુ હતુ . મૃતક યુવાન ત્રણ ભાઇઓ અને ત્રણ બહેનમા નાનો હતો. અને મીત્રો સાથે ફરવા ગયો હતો જયા હાર્ટ એટેક આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા રાજકોટમા ઓમ સર્કલ નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમા રહેતા શૈલેષભાઇ જેરામભાઇ ગોંડલીયા (ઉ.વ. પ1 ) પોતાનાં ઘરે હતા ત્યારે પરોઢીયે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા જયા તેમનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હતુ . મૃતક આધેડને સંતાનમા ત્રણ પુત્ર છે અને હીરા ઘસી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા.
ત્રીજા બનાવમા ગોંડલનાં શેમળાપરામા રહેતા બલરામભાઇ અમરસીંગ શરેરી (ઉ.વ. 4ર ) બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની હતો અને તેને સંતાનમા ચાર પુત્ર અને ચાર પુત્રી છે.