લાલો પિકચર જોયું અને સમઢિયાળાના યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યું
સમઢિયાળાથી દ્વારકા ચાલીને જતા સમયે રાજૂલામાં વર્ણવી પ્રેરક વાત
કહેવાય છે ને કે માણસ જિંદગીમાં ખૂબ જ કંટાળ્યો હોય ખૂબ જ હેરાન હોય ખૂબ જ પરેશાન હોય ત્યારે તે માણસ ફક્તને ફક્ત આ જિંદગી ટૂંકી કરતો હોય છે અને પોતે આ જિંદગીમાં જીવવું નથી એવો નિર્ણય અને નિશ્ચય કરતો હોય છે એવા સમયે વાત છે આ નવયુવાનની ગુજરીયા વિરાટ આ યુવાનનું નામ છે અને જે રાજુલા તાલુકાના સમઢીયાળા. ખાતે રહે છે પોતે આ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયેલો અને હવે જીવવું નથી તેવું જ નિર્ણય કર્યો અને આ આશામાં આ લાલો પિક્ચર રિલીઝ થયું ત્યારે તેને એમ થયું કે હવે જિંદગી જીવવી નથી તો છેલ્લે છેલ્લે આ પિક્ચર પણ જોતો જાવ અને આ યુવાન પોતાના મિત્રો સાથે પિક્ચર જોવા માટે ગયો અને આ પિક્ચર જોઈ અને એણે પોતાની જિંદગીનો નિર્ણય ફેરવી નાખ્યો અને કોઈ પણ સંજોગોમાં મારે આ સમાજમાં આ દુનિયામાં જીવવું છે લોકો કંઈક કરીને બતાવું છે તેવો નિર્ણય કર્યો.
લાલા પિક્ચરની સંપૂર્ણ ટીમ મોરારીબાપુ ના આશીર્વાદ લેવા માટે મહુવા આવેલા અને ત્યારે આ યુવાનની વાત તેમના સુધી પહોંચી ત્યારે આ સમગ્ર લાલા પિક્ચરની ટીમ આ યુવાનને મળી અને સાથે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સમઢીયાળા એક થી તેમણે ચાલી અને દ્વારકા જવાનો નિર્ણય કર્યો અને રસ્તામાં જે કંઈ કામ આવતા ત્યાં તેમની સાથે તેમની ઉંમરના યુવાનો તેમને ગામેગામ થી સાથ આપતા જોવા મળ્યા અને જય દ્વારકાધીશના નારા સાથે આ યુવાને પોતાની સફર શરૂૂ કરી અને આ યુવાને રાજુલા ખાતે પહોંચતા પોતે પોતાની વાત જણાવી હતી.
આ યુવાન ચાલતો ચાલતો અંદાજિત દસ દિવસની આસપાસ દ્વારકા પહોંચશે તેવું તેણે જણાવ્યું છે અને દરેક યુવાનને તેને સંદેશો આપ્યો છે કે તમે આ જિંદગીથી જ્યારે નાસીપાસ થાવ ત્યારે લાલો પિક્ચર અચૂક જોશો.