રાજકોટનો યુવાન ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે પટકાયો
રાજકોટમા કણકોટ ગામે રહેતો યુવાન પંજાબ રહેતી પુત્રીને મુકવા ગાંધીનગર ગયો હતો . જયા રેલવે સ્ટેશન પર પુત્રીને ટ્રેનમા બેસાડી હતી તે દરમ્યાન ટ્રેન ચાલુ થઇ જતા ઉતાવળે ઉતરવા જતો યુવાન નીચે પટકાયો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં કણકોટ ગામે રહેતા મનોજ હીરાભાઇ ગોહેલ નામનો 30 વર્ષનો યુવાન ગઇકાલે સવારનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ગાંધીનગર રેલવે સ્ટેશન પર હતો ત્યારે ટ્રેનમાથી ઉતરતી વખતે ગબડી પડયો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે ગાંધીનગર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મનોજભાઇ ગોહેલની પુત્રી બીંદીયાબેન પંજાબ રહે છે અને તેને મુકવા માટે મનોજભાઇ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ગયા હતા જયા પુત્રીને બેસાડવા ટ્રેનમા ચડયા હતા. તે દરમ્યાન ટ્રેન ચાલુ થઇ જતા મનોજભાઇ ઉતાવળે નીચે ઉતરતી વખતે ગબડી પડયા હોવાનુ જાણવા મળ્યુ છે.