નવાગામના યુવાને પ્રેમિકાને સાથે રાખવા મુદ્દે ઘરમાં ડખ્ખો કરી બિમારીની દવા પીધી
નવાગામમા આવેલ 4 માળીયા કવાર્ટરમા રહેતા યુવકને પ્રેમીકાને સાથે રાખવા ઘરમા ડખ્ખો કરી બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી . યુવકની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમા આવેલ 4 માળીયા કવાર્ટરમા રહેતા દીપક રાજેન્દ્રભાઇ ગાવડીયા (ઉ.વ. 3ર) પોતાનાં ઘરે હતો ત્યારે બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા દીપક ગાવડીયાએ તેનાં જ આવાસમા રહેતી મોનાલીબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા બાદમા બંને છુટા પડી ગયા બાદ ફરી મોનાલીને ઘરમા સાથે રાખવા મુદે દીપક ગાવડીયાએ ઘરમા ઝઘડો કરી બીમારીની વધુ પડતી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા કોઠારીયા રોડ પર નીલકંઠ પાર્ક પાસે આવેલ ગ્રીન પાર્કમા રહેતા મહંમદભાઇ અજીજભાઇ વિશાણી (ઉ.વ. પપ) એ બીમારીથી કંટાળી રાત્રીનાં સમયે ફીનાઇલ પી લીધુ હતુ. આધેડની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.