ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સેલ્ફીના ચક્કરમાં માઉન્ટ આબુમાં મહેસાણાનો યુવાન 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા ગંભીર

05:19 PM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એકવાર સેલ્ફીનો મોહ એક યુવક માટે ગંભીર અકસ્માતનું કારણ બન્યો છે. મહેસાણાનો યુવક જોખમી રીતે સેલ્ફી લેવાના પ્રયાસમાં 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે.

Advertisement

મહેસાણાનો વિષ્ણુભાઈ ઠાકોર માઉન્ટ આબુ ફરવા ગયો હતો, જ્યાં સેલ્ફી લેતી વખતે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ 150 ફૂટ ઊંડી ખીણમાં પડ્યા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. તાત્કાલિક માઉન્ટ આબુ નગરપાલિકાની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે એક કલાકની જહેમત બાદ સ્ટ્રેચરની મદદથી વિષ્ણુભાઈને ખીણમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે આબુરોડના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.

ચિંતાની વાત એ છે કે, માઉન્ટ આબુમાં માત્ર એક જ મહિનામાં આ બીજો આવો બનાવ બન્યો છે. ગત મહિને પણ અમદાવાદના એક યુવકનું સેલ્ફી લેવાના પ્રયાસમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મૃત્યુ થયું હતું. આ બંને ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પર્યટન સ્થળો પર સેલ્ફીનો જોખમી ટ્રેન્ડ કેટલો જીવલેણ બની રહ્યો છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા હવે આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. જોખમી સ્થળો પર વાડ અથવા અવરોધ ઊભા કરવા અને સ્પષ્ટ ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂૂરી છે. પ્રવાસીઓએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. એક તસવીર કે વીડિયો માટે જીવ જોખમમાં મૂકવો એ કોઈ પણ રીતે સમજદારીભર્યું નથી.

Tags :
accidentgujaratgujarat newsMehsanaMount Abu
Advertisement
Next Article
Advertisement