રાજકોટ ભાડું લઇને આવેલા ગોંડલના યુવકનું ચાલુ રિક્ષાએ હાર્ટએટેકથી મોત
ફોન પર બોલાચાલી થયા બાદ યુવાન બેભાન હાલતમાં ઢળી પડયો: પરિવાર શોકમાં ગરકાવ
ગોંડલ રહેતો રિક્ષાચાલક યુવાન કેટરર્સના મહિલાઓનું ભાડુ લઈને રાજકોટ આવ્યો હતો. તેમને લઇ ગોંડલ પરત જતી વખતે ફોન પર કોઈ સાથે બોલાચાલી થયા બાદ છાતીમાં દબાણ થતાં રિક્ષા ઉભી રાખી દેતાં સાથેના મહિલાઓએ તેને હોસ્પિટલમાં - ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રહેતો - રાજુભાઈ ભરતભાઈ મારૂૂણીયા - (ઉ.વ.35) નામનો યુવાન રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હોઈ ગઇકાલે તે ગોંડલના કેટરર્સ કર્મચારી મહિલાઓનું ભાડુ લઈ રાજકોટ માધાપર ચોકડી પાસે આવ્યો હતો. અહિથી રાતે પરત ગોંડલ જતી વખતે રિક્ષા ગેલેક્સી ટોકીઝ નજીકના રોડ પર પહોંચી ત્યારે તેને છાતીમાં દબાણ થતાં રિક્ષા ઉભી રાખી દીધી હતી. સાથેના મહિલાઓએ બીજી રિક્ષા મારફત તેને તુરત જ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પ્ર.નગરમાં જાણ થતા જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ પામનાર રાજુભાઈને એક દિકરો અને બે દિકરી છે. તેની રિક્ષામાં બેઠેલા મહિલાઓના કહેવા મુજબ રાતે રિક્ષા હંકારતી વખતે રાજુભાઈને ફોન પર કોઈ સાથે પૈસા બાબતે કે અન્ય કારણે માથાકુટ થઇ હતી અને તે ઉંચા અવાજે બોલાચાલી કરી રહ્યા હતાં. આ પછી તેણે ગુસ્સે થઈ ફોન પછાડયો હતો. ત્યારબાદ તેને છાતીમાં દબાણ થતાં અમે હોસ્પિટલે લાવ્યાંહતાં. પણ જીવ બચ્યો નહોતો. હાર્ટએટેકથી 20 મૃત્યુ થયું કે કેમ? મોતનું ચોક્કસ કારણ જાણવા તબિબે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માર કરાવવા ઈન્વેસ્ટીગેશન સ્ટાફને જાણ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રિપોર્ટ કરાયો હતો. મૃતકના સગા સ્વજનોને ગોંડલ જાણ કરવામાં આવી હતી.