અકળ કારણોસર ભરાણાના તરુણે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા રોહિત રમણીકભાઈ ચાવડા નામના આશરે 16 વર્ષના તરુણે શુક્રવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના મોટાબાપુ કરસનભાઈ ચાવડાના મકાનની બારીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
આ અંગે મૃતકના મોટાભાઈ આનંદભાઈ રમણીકભાઈ ચાવડાએ વાડીનાર મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.
ઓખામાં માછીમાર યુવાને ગળાફાંસો ખાધો
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આકે. બંદર વિસ્તારમાં રહેતા અરજણભાઈ ઝીણાભાઈ સોલંકી નામના 42 વર્ષના માછીમાર યુવાને શુક્રવારે રાત્રિના સમયે તેમની બોટની કેબિન પર સૂતા બાદ મધ્યરાત્રીના સમયે તેમણે બોટ પર આગળના ભાગે રહેલા પાઇપમાં દોરડું બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આપઘાતના આ બનાવ અંગે કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જે અંગેની નોંધ કોડીનાર તાલુકાના કોટડા ગામના મૂળ વતની એવા રવિભાઈ ધનજીભાઈ ચાવડા (ઉ.વ. 23)એ ઓખા મરીન પોલીસમાં કરાવી છે.
