કોટડાસાંગાણીના અરડોઇ ગામના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
11:31 AM Aug 11, 2025 IST | Bhumika
કોટડા સાંગાણી તાલુકાનાં જુની ખોખરી ગામે રહેતા યુવાને રીબડા અરડોઇ વચ્ચે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો હતો.બનાવ નાં પગલે કોટડા પોલીસ બનાવ સ્થળે દોડી જઇ યુવાનનાં મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
Advertisement
યુવાને કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યાનુ પોલીસે જણાવ્યું હતુ. પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ થી પુના જઇ રહેલી ટ્રેન બપોરે એક કલાકે રીબડા નજીક પંહોચી ત્યારે જુની ખોખરી રહેતા યશ જયેશભાઈ સરવૈયા (ઉ.21) એ ટ્રેન નીચે પડતું મુકતા તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. મૃતક બે ભાઇઓનાં પરીવારમાં મોટો હતો.અને હડમતાળા જીઆઇડીસીમાં કારખાનામાં કામ કરતો હતો. બનાવની જાણ કોટડા પોલીસને થતા એએસઆઇ વિશાલભાઈ ગઢાદરા ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement