રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીંંછિયા રેલીમાં જતા અમરાપુરના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત

12:59 PM Jan 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; પરિવારમાં શોક

Advertisement

વિછિંયાના થોરીયાળી ગામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરીયાદનો ખાર રાખી વિછિંયામા કોળી યુવકની હત્યા કરવામા આવી હતી. જે હત્યામા સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી રીક્ધટ્રકશન કરાવ્યુ હતુ.

તે સમયે ધસી આવેલા કોળી સમાજના ટોળાએ આરોપીઓનુ સરઘસ કાઢવાની માંગ સાથે ધમાલ મચાવી હતી. જે કોળી સમાજની રેલીમા જઇ રહેલા અમરાપુર ગામના યુવકને રસ્તામા જ કાળ ભેટયો હોય તેમ વિછિંયા નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછિંયાના અમરાપુર ગામે રહેતા ચંદુભાઇ રામજીભાઇ મકવાણા નામનો ર9 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇ અમરાપુરથી વિછિંયા જઇ રહયો હતો ત્યારે વિછિંયા અને અમરાપુર ગામ વચ્ચે અજાણ્યા કાર ચાલકે ચંદુભાઇ મકવાણાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જી કાર ચાલક કાર મુકી નાસી છુટયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે આટકોટ ખસેડવામા આવ્યો હતો જયા તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા યુવકનુ મોત નીપજતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમા મૃતક યુવાન વિછિંયામા થયેલા મર્ડર કેસને લઇને કોળી સમાજની રેલીમા જઇ રહયો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.

ક્રેન સાથે કાર અથડાતાં ચાલકનું મોત
બગસરાના ટીમલા ગામે રહેતા ભગીરથસિંહ ભાભલુભા વાળા નામનો 34 વર્ષનો યુવાન 4 દિવસ પુર્વે પોતાની કાર લઇને અમરેલીથી ટીમલા ગામે આવતો હતો ત્યારે બગસરા અમરેલી હાઇવે ઉપર ક્રેન સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા યુવકનુ સારવારમા મોત નિપજતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

Tags :
accidentdeathgujarart newsgujaratvinchhiyavinchhiya newsVinchhiya rally
Advertisement
Advertisement