માંડા ડુંગરમાં ગૃહકલેશથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
04:13 PM Mar 20, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગર વિસ્તારમાં રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઈ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં રહેતા તેજશ શૈલેષભાઈ બારૈયા નામના 27 વર્ષના યુવાને 80 ફૂટ ચોકડી પાસે હતો ત્યારે બપોરના સમયે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં તેજસ બારૈયાએ ગૃહ કલેશથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી કશ્યાબેન શાહાબભાઈ પઠાણ નામની 21 વર્ષની પરણીતાએ કોઈ અગમ્ય કારણસર એસીડ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બન્ને બનાવમાં પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement