સાયલાના ધાંધલપુરમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચોટીલાના નાની મોલડીમાં યુવકનું બેભાન હાલતમાં મોત; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ
સાયલા તાલુકાના ધાંધલપુર ગામે રહેતાં યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સાયલાના ધાંધલપુર ગામે રહેતાં વનરાજ ગોરાભાઈ ચાવડા નામનો 22 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વનરાજ ચાવડા બે ભાઈમાં મોટો છે અને તેનાં દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલાના નાની મોલડી ગામે રહેતાં જનકભાઈ કલ્યાણભાઈ ચાવડા (ઉ.40) સાંજના સમયે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બેભાઈ બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
