કોટડા સાંગાણીના રાજપીપળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કોટડા સાંગણીના રાજ પીપળા ગામે યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતાએ લેથ મશીન લઇ દેવાનું કહેતા લાગી આવતા જીવન ટૂંકાવી લીધાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ જૂના રાજપીપળા ગામે રહેતા હિતેષ મનસુખભાઇ પરમાર (ઉ.વ.22)નામના યુવાને ગત તા.11ના સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાંથી ગઇકાલે રજા આપતા ઘરે લઇ જવામાં આવ્યો હતો.
બાદમાં આજે તેની તબીયત લથડતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી છે. પ્રથામિક તપાસમાં મૃતક હિતેષ એક ભાઇ એક બહેનમા નાનો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતોે. પિતાએ તેને કહેલુ કે, તને લેથ મશીન લઇ આગુ જેથી લાગી આવતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
