ઉપલેટાના નિલાખા ગામે વેણુ નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વાતાવરણમાં ઉકળાટ અને ગરમી સાથે બફારો જોવા મળી રહ્યો હોય ત્યારે મોટા ભાગે લોકો નદીએ નાહવા જતા હોય છે અને ગરમીથી રાહત મેળવવા આનંદ લેતા હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના નિલાખા ગામે ત્રણ મિત્રો ગામને કાંઠે બાજુમાંથી પસાર થતી વેણુ નદીમાં બપોરે જમ્યા બાદ ન્હાવા માટે ગયા હતાં.
જેમાં નિલાખા ગામના રામભાઈ રાજાભાઈ જલુ, સુરેશભાઈ નાગદાનભાઈ ચાવડા અને ઉદયભાઈ કાનગડ નામના ત્રણ મિત્રો બપોરે જમ્યા બાદ વેણુ નદીમાં ન્હાવા માટે ગયેલ ના હોવાની તૈયારી કરી રહેલ એ દરમિયાન સૌથી પહેલા નદીમાં અંદર રામભાઈ રાજાભાઈ ચલો નામનો 30 વર્ષે યુવક ગયેલ હોય જે ઊંડા પાણીના ખાડામાં ઘરકાવ થઈ ગયેલ પાણીના વુમરમાં ફસાઈ જતા બહાર નીકળી શકેલ ન હોય પાણીનો પ્રવાહ પણ ચાલુ હોવા છતાં એ બહાર નીકળી શક્યો ન હતો.
અન્ય મિત્રો દ્વારા પ્રયત્ન કરેલ તેમજ ગ્રામજનો અને સરપંચ મુકેશભાઈ ચુડાસમાને જાણ કરતા તાત્કાલિક ઉપલેટા મામલતદાર અને પોલીસ સ્ટેશનને જાણ કરેલ જેને લઈને તાત્કાલિક ઉપલેટા નાયબ મામલતદાર મહેશ કરંગીયા અને ઉપલેટા પીઆઈ બી. આર. પટેલની સુચના થી પોલીસ સ્ટાફ તથા તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ તાત્કાલિક ઘટના સ્થળે ઉપલેટાના સ્થાનિક તરવૈયાઓને સાથે લઈ દોડી આવી શોધખોળ આદરી હતી. તરવૈયાઓએ રામભાઈ જલુના મૃતદેહને થોડા સમયમાં જ શોધી કાઢ્યો હતો.
મૃતકને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ. ઉપલેટા પોલીસ દ્વારા પંચ રોજકામ કરી આગળ તપાસ હાથ ધરી હતી. જો કે જુવાન જોધ દીકરાના મૃત્યુથી મૃતક રામભાઈ જલુના પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. જાણવા મળ્યા મુજબ રામભાઈ જલુને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર હોય. ક્યા કારણ થી મૃત્યુ નીપજયું તે પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત જાણવા મળશે.