ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ચડભડ થતા યુવાને લીકવીડ પીધું

04:13 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવાને ફોનમાં વતનમાં રહેતી પત્ની સાથે ચડભડ થતા લાગી આવવાથી લીકવીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી.નં.12માં રહેતો પુષ્પેન્દ્રસિંહ દેવનસિંહ પરિહાર (ઉ.વ.19) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે કપડા ધોવાનું લીકવીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવીઝન પોલીસને જાણ કરી છે.પ્રાથમિક તપાસમાં પુષ્પેન્દ્રસિંહ ટ્રાન્સ્પોર્ટમાં કામ કરે છે. તેના લગ્ન છ-સાત મહિના પહેલા થતા હતા. પત્ની વતનમાં રહેતી હોય આજે સવારે પત્ની સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે કોઇ બાબતે ચડભડ થતા લાગી આવવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement