માતાજીના માંડવા માટે રૂપિયાનો મેળ નહીં પડતા યુવકે એસિડ પીધું
મોરબીમાં ભંગાર વિણવા ગયેલા રાજકોટના યુવાનનો આપઘાતનો પ્રયાસ
રાજકોટમા સાત હનુમાન મંદિર પાસે રહેતો યુવાન મોરબીમા ભંગોર વિણવા ગયો હતો ત્યારે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો . યુવકે માતાજીનાં માંડવાની માનતા રાખી હતી જે માનતા પુરી કરવા માટે રૂપીયા નહી હોવાથી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે રહેતો દેવા રવજીભાઇ વાઘેલા (ઉ. વ. 3પ ) બપોરનાં સમયે મોરબીમા માળીયા ફાટક પાસે હતો ત્યારે એસીડ પી લીધુ હતુ . યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક તપાસમા દેવા વાઘેલા છ ભાઇ છ બહેનમા નાનો છે . અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે દેવા વાઘેલાએ માતાજીનાં માંડવાની માનતા રાખી હતી . પરંતુ તે માનતા પુરી કરવા રૂપીયાનો મેળ નહી પડતા મોરબી ભંગાર વિણવા ગયો હતો ત્યારે એસીડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.