રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં ખાનગી બસનું વ્હિલ માથા પર ફરી વળતા યુવાનનું મોત

12:01 PM Aug 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી શહેરમાં ભારે વાહનો પર પ્રવેશ બંધી હોવા છતાં અવાર નવાર ખાનગી બસ અને ટ્રક અવાર નવાર ઘૂસી જતા હોય છે અને લોકોને હડફેટે લેતા હોય છે ત્યારે આજે આવી એક ઘટનામાં યુવકે જીવ ગુમાવ્યો હતો. મોરબીમાં બપોરના સમયે એક ખાનગી બસનું તોતિંગ વ્હીલ યુવક પર ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે દોડી જઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના શનાળા પર આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે બપોરના સમયે હરેશભાઈ બસિયા નામનો 34 વર્ષીય યુવક તેના બાઈક પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક પાછળથી આવેલી જીજે 06 વાય વાય 6781 નંબરની ખાનગી બસે અચાનક પાછળ હડફેટે લેતા યુવકના માથા પર બસનું તોતિંગ વ્હીલ ફરી વળતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો મૃતકને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા , જ્યાં ફરજ પરના તબીબે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતથી મોત અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
deathgujaratgujarat newsmorbimorbi newsPrivate bus
Advertisement
Next Article
Advertisement