ખંભાળિયાના ભાણખોખરી ગામે અકળ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામના પાટીયા નજીક વિરમભાઈ રામભાઈ કરમુર (ઉ.વ. 30, રહે. રેટા કાલાવડ, તા. ભાણવડ) એ પોતાના ફોરવ્હીલર વાહનમાં આવીને કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રામભાઈ વેજાણંદભાઈ કરમુર (ઉ.વ. 60) એ અહીંની પોલીસને કરી છે.
ડૂબી જતા
દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા વેજાભા ઉર્ફે બબુભા લાખાભા માણેક નામના 27 વર્ષના યુવાનનું અવેડાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. મૃતક યુવાનને દારૂૂ પીવાની ટેવ હોય અને રવિવારે રાત્રિના સમયે દારૂૂ પીધેલી અને નશાની હાલતમાં તે આ વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળા પાસેના પાણીના અવેડામાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ ખીમાભા લાખાભા માણેકએ દ્વારકા પોલીસને કરી છે.
એટ્રોસિટી
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા કમાભાઈ રાજાભાઈ ચાવડા નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના વૃધ્ધના કુટુંબી માલદેભાઈ ચાવડાએ આ જ વિસ્તારમાં રહેતા કુંભાભાઈ હરદાસભાઈ લગારીયાની ખેતીની જમીન ભાગમાં વાવેલ હોય, અને તેની મગફળી કાઢતા થ્રેસરમાં મજૂરી કામ કરવા માટે ફરિયાદી કમાભાઈ ચાવડા ગયા હતા. ત્યારે આરોપી કુંભાભાઈએ ફરિયાદી કમાભાઈને કહેલ કે હું 700 રૂૂપિયા ઘણા વર્ષોથી માગું છું. આ બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીએ ફરિયાદીને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ કરવામાં આવી છે.
જુગાર
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રામ કરસન ભાચકન અને સુરેશ શિવગર ગોસ્વામીને તેમજ દ્વારકા પોલીસે પરેશ મોહનલાલ ધોકાઈ અને કાદર ગુલાબ શેખને પણ એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
દારૂ
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા પીયુષ તુલસીદાસ જેઠવા નામના 37 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રૂૂ. 14,300 ની કિંમતની વિદેશી દારૂૂની 11 બોટલ સાથે ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
