રણુજા મંદિર પાસે યુવાનને હાર્ટએટેક આવતા દમ તોડ્યો
03:45 PM Jul 31, 2024 IST
|
admin
Advertisement
ગઇકાલે બપોરે પોતાના ઘરે ઢળી પડ્યો, સાંજે સારવાર દરમિયાન મોત
Advertisement
રાજ્યમાં અગાઉ વૃધ્ધ અને પ્રૌઢમાં હાર્ટએટેકના કિસ્સાઓ સામે આવતા પરંતુ હવે કોરોના કાળ બાદ તરૂણોથી લઇ યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ સામે આવી રહી છે. રોજ બરોજના સરેરાશ ત્રણથી ચાર વ્યકિતના હાર્ટએટેકથી મૃત્યુ નિપજે છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે.
મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ રણુજા મંદીર પાસે સોસાયટીમાં રહેતા વિજ્ય ભુપતભાઇ ગોહીલ નામના 39 વર્ષના યુવાનને ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યે હાર્ટએટેક આવતા તેઓ ઘરે જ બેભાન થઇ ગયા હતા અને તેઓને બેભાન હાલતમાં અહીંની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિજ્યભાઇ છુટક મજુરી કામ કરતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને દીકરી છે. તેઓના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
Next Article
Advertisement