For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં લગ્નના 21 દિવસ અગાઉ યુવાનનું અકસ્માતમાં મોત

01:20 PM Feb 15, 2024 IST | Bhumika
ભાવનગરમાં લગ્નના 21 દિવસ અગાઉ યુવાનનું અકસ્માતમાં મોત

ભાવનગરના જવેલ્સ સર્કલ નજીક છકડો અને સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું છે. નવની કરુણતા એક એ છે કે 21 દિવસ પછી મૃતક યુવાનના લગ્ન હતા.અકસ્માત અંગેની વિગતો એવી છે કે ભાવનગર શહેર ના જવેલ્સ સર્કલ નજીક રોંગ સાઈડમાં આવી રહેલ લોખંડના સળિયા ભરેલ છકડો નં. જી.જે.13-એ.ટી.-8265 ના ચાલકે સામેથી આવી રહેલા એક્સેસ સ્કૂટર નં. જી.જે.04-ડી.એલ. 5239 ને અડફેટે લેતા સ્કૂટર ચાલક યુવક સામતભાઈ બેચરભાઈ બાબરીયા ( રહે.ધોબી સોસાયટી, બોરતળાવ ) ને ગંભીર ઇજા થઈ હતી.આ ઘટનાના પગલે લોકો બનાવ સ્થળે ટોળે વળ્યાં હતા અને ત્યાં હાજર મીડિયા કર્મીએ પોલીસ તેમજ 108 ને જાણ કરતા પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.મૃતક યુવાન 21 દિવસ પછી લગ્ન પ્રસંગ હોય ખરીદી કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના ભાઈ નરેશભાઈ બાબરીયાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement