સુરેન્દ્રનગરના ખાખરાથળમાં ભેખડ ઘસી પડતા યુવકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂડી પંથકમાં ગેર કાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.અને આ ગેરકાયદેસર કાળા કારોબારમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે તેને સુરેન્દ્રનગર જિલ્લાના આવા પંથકમાં પેટાળમાંથી કાર્બોસેલ મળી આવે છે ત્યારે ગેરકાયદેસર કાર્બોસેલ બહાર કાઢી અને કરોડો રૂૂપિયાની આવક ખનીજ માફીઆઓ કરી રહ્યા છે પરંતુ હવે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ તેમના સામે કેમ કાર્યવાહી નથી કરતો તેની સામે પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.
ત્યારે આવી ગેરકાયદેસર ચાલતી ખાણમાં દુર્ઘટના સર્જવાના કારણે છેલ્લા એક મહિનામાં સાત લોકોના મોત નીપજ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાથળ ગામે ગીર કાયદેસર ચાલતી કાર્બોસેલ ની ખાણમાં દુર્ઘટના સર્જાય છે કામ કરતાં મજૂરનું મોત નીપજવા પામ્યું છે મળતી વિગત અનુસા આ ખાખરાથળ નો સર્વે નંબર ની વાડી છે સુરાભાઈ કોળી ની વાડી જુની રામાપીર ની લીઝ પાસે કાનભાઈ ની વાડી પાસે ખેડૂત ની માલિકી ની જમીન માં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે એટલે આ જમીન થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામની આવે છે.
આજ સંદર્ભે રાયસંગપર ગામના યુવકનું મોત નીપજ્યા બાદ પોલીસ વિભાગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી અને હજુ સુધી કોઈ પણ પ્રકારની વિગતો પોલીસ પાસે ન હોવાની વિગતો સૂત્ર પાસેથી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ સવાલ એ છે કે હવે ખનીજ માફિયાઓ આવા મજૂરોના મોતના સોદાગર બની રહ્યા છે છતાં પણ તંત્ર બહેરૂૂ મૂંગુ બની અને તેમની સામે જોઈ રહ્યું છે. હવે સવાલ એ છે કે આવા ખનીજ માફિયા ઉપર ક્યારે કાર્યવાહી થશે કારણ કે છેલ્લા એક મહિના ઉપર સાત લોકોના મોત નીપજ્યા છે આ ઘટનામાં પણ હજુ પણ બે મજૂરોની હાલત ગંભીર હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
વેલાળા વીડ થાનગઢ કોલસાની ગેરકાયદેસર ખાણો ઉપર મોટી રેડ પાડવામાં આવેલ છે.જેમાં મામલતદાર પ્રાંત ચોટીલા અને પોલીસ ના સમાચાર છે જેમાં 13 ચરખી મશીન 4 ટ્રેકટર 2 કંમ્પ્રેશર સહિત નો મુદામાલ સહિત જીલેટીન જથ્થો જપ્ત કર્યાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે ત્યારે હવે આવી દુર્ઘટના બાદ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગથી આ દોડી જઈ રહ્યું છે અને ગેરકાયદેસર ચાલતી ખોદકામની કામગીરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યું છે પરંતુ અત્યાર સુધી ક્યાં હતા તે સવાલ છે અને અત્યાર સુધી કેમ કાર્યવાહી ના કરી તેની સામે પણ સવાલ છે હાલની પરિસ્થિતિ મુજબ રાયસંગપર ગામના યુવકના મોત બાદ આ મુદ્દે અને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે.