રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાનના દુખાવાથી દવા લેવા જતા યુવાનનું બાઇક અકસ્માતમાં મોત

12:06 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

જેતપુરના નવાગઢમાં રહેતો યુવાન કાનના દુખાવાની દવા લેવા માટે પેઢલા જઈ રહ્યો હતો ત્યારે ધોરાજી રોડ ઉપર બાઈક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના નવાગઢમાં આવેલા કારખાનામાં કામ કરતો ગોપાલ પ્રહલાદભાઈ ઠાકોર નામનો 18 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે કારખાનામાં હતો ત્યારે તેને કાનમાં રસી થઈ જતા તે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઇ પેઢલા ગામે દવા લેવા જતો હતો ત્યારે ધોરાજી રોડ ઉપર તાત્કાલિક હનુમાનજી મંદિર પાસે પહોંચતા ગોપાલ ઠાકોરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે જેતપુર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન ગોપાલ ઠાકોરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગોપાલ ઠાકોર બે ભાઈ બે બહેનમાં નાનો હતો. અને તેને કાનમાં રસી થઈ જતા પેઢલા ગામે દવા લેવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement