મોરબીના બેલા તળાવીયા ગામે સિરામીકમાં યુવાન પડી જતા માથામાં ઇજા થવાથી મોત
02:00 PM Sep 09, 2025 IST
|
Bhumika
Advertisement
તલાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે 26 વર્ષનો યુવાન પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું.
Advertisement
મળતી વિગત મુજબ મોરબીના બેલા તળાવીયા શનાળા રોડ પર આવેલ આંગન સિરામિકમાં રહીને કામ કરતા હેમરાજ બાબુભાઈ બાવરી (ઉ.વ.26) નામના યુવાન ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે પડી જતા માથામાં ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવમા મુજબ મોરબીના સોરીસો સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા સાહિલ મહમદ અલીભાઈ ખાન (ઉ.વ.27) નામના યુવાનનું જોધપર નજીક ડેમના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે .
Next Article
Advertisement