ઉપલેટામાં મોજ નદીના પુલ ઉપર લોખંડના એંગલ સાથે બાઇક અથડાતા તરૂણનુ મોત
ઉપલેટાના નાગનાથ ચોકથી મોજ નદીના પુલ તરફ જવાના રસ્તા પાસે મોજ આશ્રમ નજીક લગાવેલા ભારે વાહન માટેના પ્રવેશ પ્રતિબંધના એંગલ નજીક પહોંચતા બાઇક ચાલકે કોઇ કારણસર કાબુ ગુમાવ્યો હતો બાઇક એંગલ સાથે અથડાતાં સાથે બેઠેલા તરૂૂણનું ગંભીર ઇજાના પગલે મોત થયું હતું. પહેલાં બંનેને સારવાર અર્થે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબે ઇજાગ્રત ચૌદ વર્ષના બાળકને મૃત જાહેર કર્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ઉપલેટા શહેરના પંચ હાટડી વિસ્તારમાં રહેતા અને કલરકામનો વ્યવસાય કરતા બે મિત્ર ઉપલેટાના નાગનાથ ચોક તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ભારે વાહનો માટેના લગાવવામાં આવેલા ગર્ડરમાં બાઇક ટકરાયું હતું અને તેમાં બેઠેલા બન્ને નીચે પટકાયા હતા અને બાઇક સ્લીપ થઇ આખું ચક્કર ફરી ગયું હતું.
જેમાં મોટરસાયકલમાં સવાર 18 વર્ષીય ફુરકાન સલીમ પિંજારા તેમજ તેનો મિત્ર 14 વર્ષીય ફૈઝાન ઈલિયાસ મુલ્લા નામના બંને વ્યક્તિને બીજા પહોંચી હતી. આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બન્નેને ઉપલેટા સિવિલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે 14 વર્ષીય ફેઝાન મુલ્લાને મૃત જાહેર કરાયો હતો, જ્યારે ફુરકાન પીંજારાને પગ સહિતના ભાગોમાં ફેક્ચર જણાતા જુનાગઢ અર્થે સારવાર માટે ખસેડાયો છે.
ત્યારે અકસ્માતની આ ઘટના અંગે જાણ થતા મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલ ગયા હતા.