કાલાવડના બામણ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
01:14 PM Sep 30, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ પાસે એક બાઈક અકસ્માતે પલટી મારી ગયું હતું, જે બાઈક માં બેઠેલા બામણ ગામના વતની સાળા-બનેવી ઇજાગ્રસ્ત બન્યા હતા, અને સાળાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
Advertisement
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેશ વેરશીભાઈ રાઠોડ નામનો 37 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના બનેવી ને બેસાડીને બામણ ગામથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતાં સાળા-બનેવી બંને નીચે પટકાઈ પડ્યા હતા. જે પૈકી સાળા રાજેશભાઈ રાઠોડને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે.
Advertisement
આ અકસ્માતના બનાવ અંગે મૃતક રાજેશ ના મોટાભાઈ સુરેશભાઈ વીરજીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
