મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
મોટા ભેલા ગામથી ભાવપર જવાના રસ્તે મંદિર પાસે બાઈક સ્લીપ થતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) ના સરવડ ગામે રહેતા ભાનુબેન કારાભાઈ મુછ્ડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો કિશોર મુછ્ડીયા (ઉ.વ.35) વાળો ગત તા. 05-10-2025 ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યે માળિયાના મોટા ભેલા ગામથી ભાવપર ગામ વચ્ચે બાઈક જીજે 36 એએન 9653 લઈને જતો હતો અને ગાય માતાના મંદિર પાસે કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.
અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન કિશોર મુછ્ડીયાનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી છત્તરની ચોરી
શિયાળાની ઠંડીની શરૂૂઆત થઇ ચુકી છે ત્યારે ગુલાબી ઠંડી સાથે તસ્કરો પણ સક્રિય બની ગયા છે હળવદ પંથકમાં મંદિરને નિશાન બનાવી તસ્કરોએ દાગીનાની ચોરી કરી હતી માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદા મંદિરમાંથી તસ્કરો ચાંદીના બે કિલોગ્રામ વજનના છત્તર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદ તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી સુનીલદાસ માધવદાસ દૂધરેજિયા (ઉ.વ.25) નામના પુજારીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હ્ચે કે ગત તા. 31-10 ના રાત્રીથી તા. 01-11 ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ વાસંગી દાદા મંદિરમાંથી અલગ અલગ ચાંદીની ફેણો અને છત્તરો જેનું આશરે કુલ વજન બે કિલોગ્રામ કીમત રૂૂ 80,000 ની ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.