મોરબીના મોડપર નજીક ગણેશ વિસર્જન સમયે વોકળામાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ
મોડપર ગામ નજીક ગણેશ વિસર્જન કરતી વખતે વોકળામાં ડૂબી જતા 32 વર્ષીય યુવાનનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના મોડપર ગામે રહેતા કરણભાઈ મુકેશભાઈ (ઉ.વ.32) નામના યુવાન મોડપર ગામ નજીક આવેલ વોકળામાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યારે વોકળાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરના ભરવાડપરામાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.વ.35) નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જગદીશભાઈના પત્ની ભાવુબેન સાથે મનમેળ ન હોવાથી ઘરકંકાશ થતો રહેતો અને પત્ની અવારનવાર રીસામણે જતી હોવાથી મનમાં લાગી આવતા યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
વાંકાનેરના લીંબાળાની ધારના રહેવાસી એહમદશા જહાંગીરશા રાઠોડ (ઉ.વ.21) નામનો યુવાન પોતાનું સ્કૂટર જીજે 09 સીયુ 6587 લઈને વાંકાનેરથી લીંબાળા ધાર તરફ જતો હતો ત્યારે ચંદ્રપુર નજીક સ્કૂટર સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેરાળા (હરીપર) ગામની સીમમાં આવેલ સ્પીરોન કલે કકઙ લેબર કોલોનીમાં રહેતા વિશાલ પાલ દિલીપ પાલ (ઉ.વ.17) નામનો સગીર ગત તા. 29-07 ના રોજ કારખાનાની લેબર કોલોની પાસે હતો ત્યારે ટ્રેક્ટર લોડર જીજે 36 એસ 3021 ના ટાયરમાં ચાલુ કામ દરમિયાન આવી જતા માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે