મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
01:04 PM Jun 12, 2025 IST | Bhumika
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Advertisement
મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું એ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
ઉતરપ્રદેશના રહેવાસી ક્રિષ્ના કૃષ્ણાચંદ્ર દ્રિવેદી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી સ્વીફ્ટ ડીઝાયર કાર જીજે 03 બીવાય 2401 ગૌરાંગભાઈ ભીખાભાઈ મજેઠીયા એ પોતાની કાર પુર ઝડપે ચલાવી માળિયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટિયા નજીક કાર પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા કારમાં પાછળ બેઠેલ કૃષ્ણાચંદ્ર દ્રિવેદીને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement