રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મેડિકલ દવાની સપ્લાય કરતાં યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

07:07 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

કોઠારીયા રોડ પર સરદાર વલ્લભભાઇ પટેલ સોસાયટીમાં રહેતા યુવકે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કારણ જાણવા ભક્તિનગર પોલીસ સ્ટાફે તપાસ ચાલુ રાખી છે.
બનાવની વધુ વિગતો અનુસાર સરદાર વલ્લભભાઇ પટેલ સોસાયટીમાં રહેતા ચિરાગ હરેશભાઇ શાહ (વણીક) (ઉ.વ.27) નામના યુવકે આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે કોઇ કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળેફાંખો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

ચિરાગ એક બહેનનો એકનો એક ભાઇ હતો. પોતે મેડીકલની દવાની સપ્લાય કરતો હતો. આજે જયારે પરિવારજનો રૂમમાં જગાડવા ગયા ત્યારે ચિરાગ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
આ બનાવનું કારણ જાણવા ભક્તિનગર પોલીસ મથકનાં સ્ટાફે તપાસ ચાલુ રાખી છે. ઘરના આધારભુત પુત્રના આપઘાતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement