મોરબીના નવી પીપળી ગામે યુવાનનો ફાંસોખાઇ આપઘાત
મોરબીના નવી પીપળી ગામ નજીક સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના નવી પીપળી ગામ નજીક આવેલ સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યા પુરુષ (ઉ.આશરે 30 થી 40) વાળા એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાંથી 103 પશુ પકડાયા
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે શહરેમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકોને મુક્તિ અપાવવા ગત તા. 13 થી 20 સુધીમાં શહેરી વિસ્તારમાંથી કુલ 102 રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. મોરબી શહેરમાં દિવસ અને રાત્રીના સમયમાં વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરશોતમ ચોક, ઉમિયા સર્કલ અને રવાપર રોડ સહિતના વિસ્તારમાંથી 102 રખડતા ઢોર પકડી ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તેમજ ઘાસ વેચાણ માટે નવ આસામીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ના મુકવા અનુરોધ કરવામાં આવ્યો છે