રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીંછિયાના છાસિયા ગામે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

02:01 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

વીંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું રાજકોટ સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના છાસિયા ગમે રહેતા ભુપતભાઇ સવશીભાઈ ઝાપડીયા નામનો 40 વર્ષનો યુવાન ગત તા.23 ના રોજ પોતાની વાડીએ હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ ઉપરાંત અન્ય બનાવમાં રાપરના મોટી રવેચી ગામે રહેતી ભાવનાબેન હોથીભાઈ મકવાણા નામની 17 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી જ્યારે રાણાવાવના ડયર ગામે રહેતી રોશનીબેન ડાયાભાઈ ખાવડા નામની 21 વર્ષની યુવતીએ રાણા કંડોરણા ગામમાં હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર સગીરા અને યુવતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement