ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા. આથી યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કર્યુ હતુ. બનાવમાં મૃતકના ભાઈએ પાંચ શખ્સો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
કોરડા ગામે રહેતા જયેશભાઈ દેવજીભાઈ મકવાણા મજુરી કરે છે. તેમના ભાઈ પ્રેમજીભાઈ દેવજીભાઈ મકવાણાએ બે માસ પહેલા ગામના શિવરાજ હકુભાઈ ખાચર, અશોક હકુભાઈ ખાચર અને માવજી લાલજીભાઈ કોળી પાસેથી ઉછીના રૂૂપીયા લીધા હતા. જયારે દેવજી સાજણભાઈ રબારી પાસેથી રૂૂ. 5 હજાર વ્યાજે લીધા હતા. જેમાં દેવજીએ વ્યાજ ચડાવી 20 હજાર કરી નાંખ્યા હતા. આ ઉપરાંત ભરત ભાણા રબારી પાસેથી 10 હજાર લીધા હતા. જેને વ્યાજ ચડાવી 30 હજાર કરી નાંખ્યા હતા. ગત તા. 20મીએ સાંજે ભરત અને દેવજીએ આવી પ્રેમજીભાઈ પાસેથી રૂૂ. 10-10 હજાર કઢાવી લીધા હતા. આ પાંચેય અવારનવાર ઘરે આવી કડક ઉઘરાણી કરી પ્રેમજીભાઈને મારી નાંખવાની ધમકી આપતા હતા.
તા. 20મીએ મોડી સાંજે જયેશભાઈ અને તેમના પિતા ઘરે હતા ત્યારે પ્રેમજીભાઈએ ફોન કરી મેં તળાવની પાળે ઝેરી દવા પી લીધી છે તેમ કહ્યુ હતુ. આથી જયેશભાઈ અને તેમના પિતા ત્યાં જતા પ્રેમજીભાઈ જમીન પર આળોટતા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળતા હતા. અને હાથમાં ઝેરી દવાની બોટલ હતી. આથી તેઓને અર્ધબેભાન અવસ્થામાં સારવાર માટે પાળીયાદ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ડોકટરોએ તપાસી પ્રેમજીભાઈને મૃત જાહેર કર્યા હતા. આથી જયેશભાઈ દેવજીભાઈ મકવાણાએ પાંચેય વ્યાજના વરૂૂઓ સામે કડક ઉઘરાણી કરી પ્રેમજીભાઈને મરવા મજબુર કર્યાની એટ્રોસીટી, નાણાં ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.