ટેન્કના બીજા માળેથી પટકાતા શ્રમિક યુવકનું સારવારમાં મોત
01:28 PM Nov 12, 2025 IST
|
admin
Advertisement
જામનગર નજીક સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શુંશાંતો સુબેન્દુ મહંતો નામનો 24 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન સિકકા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ટેન્ક ઉપર ચડીને સમારકામ કરી રહ્યો હતો.
Advertisement
જે દરમિયાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડતાં ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે જય કિશોરભાઈ દતાણીએ પોલીસને જાણ કરતાં સિક્કાના એસઆઈ પી.એસ. ગોંડલીયાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article
Advertisement