ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યો

04:09 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે સળ્ગયો કે પછી કોઇએ સળ્ગાવ્યો તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે આવેલી કેનાલના કાઠે આસરે 30 વર્ષનો યુવાન સળગેલી હાલતમાં કેનાલ કાઠે આંટા મારતો હોવાની સ્થાનીક દ્વારા નીચી માંડલ ગામના સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ સહીતના લોકો કેનાલ કાઠે દોડી ગયા હતા અને ગંભીર રીતે સળગી ગયેલા યુવકને નામ ઠામ પુછયુ હતુ.

Advertisement

પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવકે કોઇ પ્રત્યુતર નહી આપતા આ અંગે સરપંચ સહીતનાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી અજાણ્યા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નીચી માંડલ ગામના સરપંચ સહીતના ગ્રામજનોએ કેનાલ કાઠે સળગેલા અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુબાજુના કારખાનાઓમાં કામ કરતા શ્રમીકોની પુછપરછ કરી સળગેલા યુવક વિશે માહીતી મેળવી હતી પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલા યુવકના વાલી વારસનો કોઇ પતો લાગ્યો ન હતો અને પોલીસ પણ ગંભીર રીતે દાઝી ગયેલા યુવકના પરીવારને શોધી કાઢવા તપાસ કરી રહી છે. નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે ભડભડ સળગેલા અને કેનાલ કાઠે આટા મારતા યુવકને સારવાર માટે ખસેડી પોલીસે યુવકે પોતાની જાતે અગ્નિ સ્નાન કર્યુ છે કે પછી કોઇએ તેને સળગાવ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement