જસદણમાં શ્રમિક યુવાને મિત્રો સાથે દારૂ પીધા બાદ નશામાં ગળેફાંસો ખાધો
જસદણમા ખેત મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાને મિત્રો સાથે દારૂ ઢીંચ્યા બાદ નશામા ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણમા ખેતમજુરી અર્થે આવેલા રમેશ કેન્દુભાઇ દેવકા નામનો 30 વર્ષનો યુવાન વાડીએ હતો. ત્યારે રાત્રીનાં અરસામા ઝાડમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને બેશુધ્ધ હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની છે.
અને બે બહેનોનો એકનો એક ભાઇ છે. તેને સંતાનમા બે પુત્ર અને બે પુત્રી છે. યુવાને પહેલીવાર મિત્રો સાથે દારૂ પીધા બાદ દારૂનાં નશામા ફાંસો ખાઇ લીધો હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમા ઉપલેટાનાં નીલાખા ગામે રહેતી ભાવનાબેન રામભાઇ વઘેરા નામની 43 વર્ષની પરીણીતા પોતાનાં ઘરે હતી. ત્યારે ગેસની બીમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. પરીણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. પરીણીતાને સંતાનમા બે પુત્રો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.