લોધિકાના રાવકીમાં શ્રમિક યુવકે દારૂના નશામાં ઝેર પીધું
લોધીકાના રાવકી ગામે કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના રાવકી ગામે કારખાનામાં નોકરી કરતો નાયક દિલીપભાઇ નામનો 29 વર્ષનો શ્રમિક યુવાન કારખાનામાં હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં નાયક એકની એક બહેનનો એકનો એક ભાઇ છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જસદણના પોલારપર ગામે રહેતા ભીખુભાઇ ધાંધલભાઇ વાઘેલા (ઉ.વ.35) સાંજના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે ભંગુર, ચદુ અને વિપુલ નામના શખ્સોએ ઝઘડો કરી પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યોહ તો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.