પડધરીના મોવિયામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધું
પડધરીના મોવિયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા શ્રમિક યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના મોવિયા ગામે રહેતા અરવિંદભાઈની વાડીએ ખેતી કામ કરતા મધ્યપ્રદેશના ચિરાગ શિવરામ બોન્ડ નામના 24 વર્ષના યુવાને સાંજના છએક વાગ્યાના અરસામાં દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા ભરત મનસુખભાઈ રત્નોતર નામના 26 વર્ષના યુવાને મધરાત્રે પોતાના ઘરે હતો ત્યારે એસીડ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભરત રત્નોતર તેના માતા-પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર છે અને મગજ ભમતો હોવાથી ભરત રત્નોતરે એસિડ ગટગટાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.