હળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત
મુળ વડોદરાની સગીરા અને યુવક ખેતમજૂરી કરતા હતાં
હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એંગલ સાથે દુપટ્ટો બાંધી સજોડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા અને અહીં જ રહેતા વિપુલ વિપુલકુમાર મુકેશભાઈ નાયકા (ઉ.વ.24, મૂળ રહે.દરજીપુરા ફળિયું, આજવા, વડોદરા) અને સગીરા (ઉ.વ.17, રહે.ઉબેરા ગામ, વડોદરા)એ મકાનની છતની લોખંડ એંગલ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને આપઘાતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે યુવક અને સગીરા વચ્ચે પ્રેમસંબંધ હતો કે અન્ય કાઈ કારણ તે હાલ સ્પષ્ટ નથી. હળવદ પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડી પોસ્ટમોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.