વડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોત
02:00 PM Mar 12, 2025 IST | Bhumika
અમરેલીના માંગવાયણ ગામે રહેતા યુવકનું અમરાપુર ગામ પાસે બાઈક અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના માંગવાયણ ગામે ખેત મજૂરી કરતો માનસિંગ સુરસિંગ સપના નામનો 40 વર્ષનો યુવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં અમરાપુર ગામથી બાઈક લઈ માંગવાયણ ગામે જઈ રહ્યો હતો ત્યારે અમરાપુર ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ મધ્યપ્રદેશનો વતની અને બે ભાઈમાં મોટો હતો. અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે વડીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement