રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો
શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી જીવન ટુંકાવી લીધું હતું. પરણીતાના મોતથી દોઢ વર્ષના પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી ભાવનાબેન ઉપેન્દ્રભાઈ મહંતો નામની 21 વર્ષની બિહારી પરણીતા 25 દિવસ પૂર્વે ગોઝારા ઈન્ડસ્ટ્રીઝમાં હતી ત્યારે પોતાની જાતે જવલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી લીધી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલી પરણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરણીતાનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પુછપરછમાં પ્રભાબેન બિહારીના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને તેણીને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર છે.પ્રભાબેન મહંતોના રૂપિયા પાંચ હજાર ખોવાઈ જતાં આવેસમાં આવી જાત જલાવી જીવન ટુંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.