કોટડાસાંગાણીના પડવલામાં કારખાનામાં કામ કરતો શ્રમિક મશીનમાં ફસાઈ જતાં મોત
જામનગરનો યુવાન રાજકોટમાં ચાલુ ટ્રેનમાંથી પટકાતા સારવારમાં ખસેડાયો
કોટડાસાંગાણીના પડવલા ગામે કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકનો શર્ટ મશીનમાં ફસાતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
કોટડાસાંગાણીના પડવલા ગામે કારખાનામાં કામ કરતાં અમનકુમાર અમીતકુમાર કુશવા નામનો 21 વર્ષનો બિહારી યુવાન કંપનીમાં કામ કરતો હતો ત્યારે શર્ટ મશીનમાં ફસાતા યુવક મશીન સાથે અથડાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો અને તેની પત્ની હાલ સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં જામનગરમાં રહેતો મિથલેશ નથલીરામ રવિદાસ (ઉ.30) ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે રાજકોટમાં રેલનગર પાણીના ટાંકા પાસે પહોંચતાં મિથલેશ ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પટકાયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.