For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શનિવારથી આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે

05:37 PM Dec 25, 2024 IST | Bhumika
શનિવારથી આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે

દુનિયાભરમાં ખગોળરસિકોએ તા. 7 મી 14 મી સુધીમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજારો આહલાદક જોઈ શકયા હતા. નવા વર્ષ 2025 ના પ્રારંભે તા. 2 અને 3 જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષાનો અદભુત નજારો જોવા મળશે. ઉલ્કાવર્ષા તા. 28 મી ડિસેમ્બરથી પ્રારંભ કરી 12 મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા જોઈ શકવાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. રાજયમાં ખગોળીય આનંદ લૂંટવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે.

Advertisement

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે, ઉત્તર ગોળાર્ધમાં નક્ષત્ર બૂટ્સ ચંદ્રની રોશની 11 ટકા પ્રકાશિતમાં ઉલ્કાવર્ષા જોઈ શકાશે. રાતની શરૂૂઆતથી ઉલ્કાવર્ષા ઉપર નજર રાખવી જરૂૂરી છે. પ્રતિ કલાક 110 ની 200 સુધી પડતી જોઈ શકાય છે. સરેરાશ કલાક દીઠ 25 ઉલ્કાઓથી વધુ નથી. આ ઉલ્કા તેની તેજસ્વીતા, રંગબેરંગી અગનગોળા માટે જાણીતી છે. જાન્યુઆરી તા. 2 અને 3 ના રોજ આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોઈ શકાશે. આ અવસર ચુકવા જેવો નથી. જાથાએ આ માટે બે દિવસ ખાસ આયોજનો ગોઠવ્યા છે. જાન્યુઆરીમાં બે ઉલ્કાવર્ષામાં માઈનોરિડસ પણ જોવા મળશે. દેશભરમાં જાથા લોકોને ખગોળીય માહિતી આપી ધ્યાનાકર્ષણ કરે છે. કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના નિર્ભય જોશી, રાજુ યાદવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલ વિગેરે અને એન.એસ.એસ.કેમ્પના છાત્ર-છાત્રાઓ સાથે અનેક સદસ્યો જોડાવાના છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 982પર 16689 ત્થા 94269 80955 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement