મોરબીના જેતપરમાં અકસ્માતે દાઝેલી પરિણીતાએ દમ તોડયો
મોરબીના જેતપર ગામે રહેતી પરિણીતા પંદર દિવસ પૂર્વે ચૂલા ઉપર ગરમ પાણી કરતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઈ હતી. પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતી ગીતાબેન પ્રવીણભાઈ પરમાર નામની 36 વર્ષની પરિણીતા ગત તા.10 ના રોજ વહેલી સવારે ચૂલા ઉપર ગરમ પાણી કરતી હતી ત્યારે અકસ્માતે દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગંદગીની છવાઈ જવા પામી છે.
મૃતક પરિણીતાને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં પડધરીના નાની અમરેલી ગામે ખેત મજૂરી કરતા વિલસિંગ જીત્રોભાઈ શિગાડ નામના 35 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.