ખંભાળિયામાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસીડ પી જીવ દીધો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન જીતેન્દ્રભાઈ ચંદારાણા નામના 50 વર્ષના મહિલાને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ 6 માર્ચના રોજ કલ્યાણપુર તાલુકામાં રહેતા તેમના પુત્રીના ઘરે એસિડ પી લીધું હતું. જેથી તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીતેન્દ્રભાઈ દેવરામભાઈ ચંદારાણાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
જયારે બીજી ઘટનામાં નેપાળના મૂળ વતની અને હાલ દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા રામ નારાયણ જયપાલ પાસવાન નામના 52 વર્ષના પ્રધાને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ રામ અધીન ગંગા પ્રસાદ પાસવાનએ દ્વારકા પોલીસને કરી છે.
અન્ય ઘટનામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હરેશભાઈ જોધાભાઈ બોચીયા નામના 40 વર્ષના યુવાનને કેન્સરની બીમારી હોય, તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દવા લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ શંકરભાઈ જોધાભાઈ બોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.