રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પંચશીલનગરની પરિણીતાનું ડેન્ગ્યુથી મોત

03:45 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સરધાર ગામે ભાઈના ઘરે હતી ત્યારે બેભાન થઈ જતાં દમ તોડયો

રાજકોટમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેંગ્યુ, મેલેરિયા, તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારીઓના કેસ વધી રહ્યાં છે ત્યારે શહેરમાં મવડી વિસ્તારના પંચશીલનગરમાં રહેતી પરિણીતાનું ડેંગ્યુની બિમારીથી મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મૃતક પરિણીતા સરધાર ગામે તેના ભાઈના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે બેભાન થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ, મવડી ગામે પંચશીલનગર શેરી નં.2માં રહેતી રૂપાબેન ભોલાભાઈ ગોલતર (ઉ.28) નામની પરિણીતા ગઈકાલે રાત્રે સરધાર ગામે તેના ભાઈ ગોપાલભાઈ ગમારાના ઘરે હતી ત્યારે અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના પતિને વાવડી ગામે ચાની હોટલ આવેલી છે અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસથી પરિણીતાને ડેંગ્યુ થયો હોય સારવાર શરૂ હતી. દરમિયાન તેના ભાઈના ઘરે રોકાવા માટે આવી ત્યારે બેભાન થઈ જતાં તેનું ડેંગ્યુની બિમારીથી મોત નિપજ્યું હતું. આ બનાવથી એક સંતાને માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Tags :
deathDenguegujaratgujarat newsrajkot
Advertisement
Next Article
Advertisement