કેશોદના અજાબ ગામે દારૂ ઢીંચી મહિલાએ મચાવી ધમાલ
કેશોદના અજાબ ગામે એક મહિલા એ દારૂૂપીઈ જયને દંગલ કરતાં લોકો એ પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ આવી આ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી તેમ જાણવા મળ્યું છે..
કેશોદના અજાબ ગામે ગયકાલે એક મહિલાએ દારૂૂપીઈ જયને આસપાસના લોકોને જેમ તેમ શબ્દો બોલવા લાગતાં લોકોએ ભેગા મળીને આ બાબતે કેશોદ પોલીસને ફોન કરી બોલાવવી પડી હતી જોકે પોલીસ આવી અને દારૂૂપીઈને આસપાસના લોકોને ભુંડી ગાળો આપતી આ મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી અને તેની સામે ધોરણસરની કાયેવાહી હાથ ધરી હતી ત્યારે કેશોદના અજાબ ગામે છેલ્લાં ધણા સમયથી દારૂનું દુષણ હોવા અંગેનું અજાબના તાલુકા પંચાયતના મહિલા સદસ્ય એ મિડિયાને જણાવ્યું હતું અને આ અંગે અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું પરંતુ પોલીસે આ બાબતે કોઈ કાયેવાહી કરી નથી ત્યારે જો આગામી સમયમાં આ દારૂૂ નું દુષણ પોલીસ બંધ નહી કરાવે તો અમો હવે આ બાબતે જનતા રેડ કરવાનું પણ વિચારી રહ્યા છીએ તેમ પણ આ અજાબના મહિલા આગેવાને આ તકે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.