For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇમરજન્સી સેવાના કર્મીઓની અનોખી મિશાલ: ૧.૩૪ લાખ કરતાં વધુ રકમની વસ્તુઓ ઇજાગ્રસ્તને પરત કરી

06:14 PM Feb 28, 2024 IST | Bhumika
ઇમરજન્સી સેવાના કર્મીઓની અનોખી મિશાલ  ૧ ૩૪ લાખ કરતાં વધુ રકમની વસ્તુઓ ઇજાગ્રસ્તને પરત કરી

Advertisement

ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને ૧૦૮ એ તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામકંડોરણા રાજકોટ ૧૦૮ સ્ટાફે રૂા.૧.૩૪ લાખ કરતાં વધુ રકમ , મોબાઇલ ફોન સહિત ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ રીતે ૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા ૧૦૮ ની ટીમ પૂરાં પાડી રહી છે.
કપરાં સમયગાળામાં સતત વધતી જતી પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવાં માનવી પાસે તનતોડ મહેનત જ માત્ર વિકલ્પ હોય છે. જેના દ્વારા તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાં મથતો હોય છે. આવી જ મહેનત દ્વારા માંડ કમાયેલાં રૂપિયા કોઇ લઇ જાય તો તેવા પરિવાર પર તો ઉપર આભ અને નીચે જમીન જ વધે. આવો પરિવાર રોડ પર આવી જાય.

Advertisement

પરંતુ આપણે ત્યાં કહેવત છે કે, ‘કુદરતને ત્યાં દેર છે, પરંતુ અંધેર નથી’. મહેનત અને પરસેવાની કમાણી એમ એળે જતી નથી. કુદરત તેના રખોપાં કરે છે. આવી જ ઇમાનદારી બતાવીને જામકંડોરણા રાજકોટ ૧૦૮ ટીમે રૂા.૧.૩૪ લાખ રોકડા રકમ અને મોબાઇલ સહિત ની ચીજવસ્તુઓ હેમખેમ તેમના પરિવારને સુપ્રત કરી છે.આ કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો જામકંડોરણા ૧૦૮ ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ સાંજેના ૧૯:૦૦ કલાકે આવ્યો હતો. જેમાં ગોંડલ તાલુકા હદમતલા થી આંબલીયા ગામ નજીક અકસ્માત નડતાં ફોર વ્હીલર કાર પલટી મારી ગઈ અક્સ્માત થતાં જતાં યુવક બેભાન થઇ ગયો હતો.

આ અકસ્માતની ઘટનાની જાણ જામકંડોરણા ૧૦૮ એમ્બ્યુલન્સ ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં જામકંડોરણા ૧૦૮ ના ઇ.એમ.ટી પ્રવીણ ઠાકોર અને પાયલોટ પૃથ્વીરાજ જાડેજા કાર ચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો.વધુ તપાસ કરતાં અક્સ્માત માં ઇજાગ્રસ્ત યુવાન પાસે થી ૦૧.૩૪ લાખ રોકડા રકમ અને મોબાઇલ, સહિત ચીજવસ્તુઓ મળી આવી હતી

આટલી મોટી કિંમતી વસ્તુઓ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ ઇ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ .તેઓ બેભાન યુવાન ની રોકડ રકમ અને મોબાઈલ ફોન જામકંડોરણા પોલીસ મથકે ના પોલીસ કોનસ્ટેબલ સુપ્રત કરી યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક ની ઓળખ કરી પરત એમનાં પરીવાર કરવાની વેવાસ્થા કરવામાં આવે તે હેતુ સાથે પોલીસ કોનસ્ટેબલ ને સુપ્રત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી.૧૦૮ ના ઇ.એમ.ઇ. જયસિંહ ઝાલા તેમજ ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી. ૧૦૮ ની અમૂલ્ય સેવા સાથે તેમના કર્મચારીઓને નિષ્ઠાને પણ સો- સો સલામ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement