અવધ રોડ પર નિર્વણા ટાવર સોસાયટીમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી બે વર્ષની બાળકીનું મોત
માતા-પિતા સાફ સફાઈ કરતા હતા ત્યારે રમતા રમતા નેપાળી પરીવારની બાળકી ફુવાર પાસે પહોંચ્યા બાદ ત્રણ ફૂટના ખાડામાં ખાબકી
રાજકોટની ભાગોળે આવેલ અવધ રોડ પર નિર્વણા ટાવર સોસાયટીમાં નેપાળી પરિવારની બે વર્ષની માસૂમ બાળકી રમતા રમતા સોસાયટીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું.
અવધ રોડ પર નિર્વણા ટાવર સોસાયટીમાં રહેતાં મૂળ નેપાળના શેરસિંહ બુહા સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરે છે જયારે તેના પત્ની ઘરકામ કરે છે.
તેમને સંતાનમાં એક બે વર્ષની પુત્રી પ્રીયાંસી હતી. ગઈકાલે સાંજના સમયે તેઓ તેમના પત્ની સાથે બેઝમેન્ટ પાર્કિંગમાં સફાઈ કામ માટે પુત્રીને રૂૂમ પાસે મૂકીને ગયાં હતાં. દરમિયાન તેમની પુત્રી રમતાં રમતાં સોસાયટીમાં આવેલ પાણીના ફુવાર પાસે પહોંચી હતી અને બાદમાં તે ફુવારાના ત્રણ ફૂટ ઊંડા ખાડામાં રમતાં રમતાં પડી ગઈ હતી. કામ પુરુ કરી રૂૂમ પર આવેલ નેપાળી દંપતીએ પોતાની પુત્રીને ન જોતા તેની શોધખોળ કરતા પુત્રી ફુવારાના ખાડામાંથી બેભાન હાલતમાં મળતાં તેને સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કરી હતી. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસ મથકના સ્ટાફે જરૂૂરી કાર્યવાહી કરી હતી એકની એક પુત્રીના મોતથી નેપાળી પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.